મળતી માહિતી મુજબ, વિક્રમજી ઠાકોર નદી કિનારે આવેલા તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા. બપોરના સમયે તેઓ નદીમાં ન્હાવા પડ્યા, પરંતુ પાણીના પ્રવાહ અને ઊંડાઈનો અંદાજ ન આવતા તેઓ અચાનક ડૂબી ગયા. આસપાસના લોકોએ યુવાનને ડૂબતા જોતા તરત જ બચાવવા માટે પ્રયાસો હાથ ધર્યા, પરંતુ તેમને સફળતા મળી ન હતી. મહેસાણા ફાયર ટીમ સહિત સ્થાનિક તરવૈયા એ દ્વારા શોધખોળ બાદ પણ મળી આવ્યો ન હતો. જ્યારે બીજા દિવસે ફરીથી શોધખોળ કરતા મૃતદેહ મળી આવ્યો હતો.