વડોદરા : આમ આદમી પાર્ટીએ અનોખો કાર્યક્રમ યોજાયો હતો. પાર્ટીના કાર્યકરો ઝાડુ અને તગારા લઈને પ્રતાપનગર બ્રિજ પર પહોંચ્યા હતા.જ્યાં સાફસફાઈ કરી હતી.કાર્યકરોનો આક્ષેપ છે કે બ્રિજ પર સફાઈના નામે ફક્ત માટીના ઢગલા એકઠા કરવામાં આવ્યા હતા, પરંતુ યોગ્ય રીતે કચરો અને માટી દૂર કરવામાં આવી નહોતી.તે કારણે પોતે જ ઝાડુ લઈને સ્વચ્છતા કામગીરી હાથ ધરવી પડી હતી.