એમ.કે.કોલેજના 25માં વર્ષની ઉજવણીના ભાગરૂપે ભરૂચની જે.પી.કોલેજના ઓડિટોરિયમ ખાતે એમ.કે.કોલેજ અને ભરૂચ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સાયબર સુરક્ષા જાગૃતિ પર આજે 11 કલાકથી સેમિનાર યોજાયો હતો.જેમાં સાયબર ધમકીઓ,ઓનલાઈન સલામતી પ્રથાઓ,જવાબદાર ડિજિટલ વર્તણુક સહિતના મુદ્દે સાયબર ક્રાઈમ બ્રાન્ચના નિષ્ણાંત મલકેશ ગોહિલ અને વિજય વરડે દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી.આ સેમિનારમાં આચાર્ય ડો.જગીન પટેલ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.