સુરત શહેરના મોસ્ટ વોન્ટેડ આરોપીઓની યાદીમાં સામેલ અને છેલ્લા ૧૯ વર્ષથી પોલીસને થાપ આપીને ફરાર થયેલા એક આરોપીને શહેર SOG પોલીસે કર્ણાટકથી ઝડપી પાડ્યો છે. આ આરોપી ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલ હત્યા અને લૂંટના ગંભીર ગુનામાં વોન્ટેડ હતો. આરોપી પર ૪૫ હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.આરોપી કર્ણાટકના ઉડુપ્પી દરિયા કિનારે પોતાનું નામ બદલીને મજૂરી કામ કરી રહ્યો છે. બાતમીના આધારે SOG પોલીસે વેપારીનો વેશ ધારણ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.