અરવલ્લી જિલ્લાના માલપુરના બીજેપી યુવા કાર્યકર બીપીન પટેલ ઉપર 20 સપ્ટેમ્બર ના રોજ ત્રણ શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવાની ઘટનાના ત્રણ આરોપીને પોલીસે ઝડપી લઈ ગુનો રજીસ્ટર કરી કોટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મજૂર કર્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીઓને પોલીસે મોડાસા સબજેલ હવાલે કરાયો હોવાની આજરોજ જાણવા મળ્યું હતું.