'પબ્લિક સેફટી એક્ટ'અંતર્ગત પશ્ચિમ તાલુકા મામલતદાર અને યુનિ. પોલીસ સ્ટેશનના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા આજે બપોરે 3:00 વાગ્યાની આસપાસ શહેરના ક્રિસ્ટલમોલ ડી માર્ટ તેમજ મલ્ટિપ્લેક્સ સિનેમાની તપાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં, ફાયર સેફટી, સીસીટીવી કેમેરા, એન્ટ્રી એક્ઝિટ ગેટ યોગ્ય રીતે ચાલે છે કે કેમ? તે સહિતની તપાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં તપાસને અંતે કોઈપણ પ્રકારની ગેરરીતી ન થતી હોવાનું સામે આવ્યું હતું.