ઉપરવાસમાં અવિરત વરસાદી માહોલને પગલે કિમ નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.ત્યારે આજે સતત ચોથી વાર કિમ નદી ગાંડીતુર છે.તેવામાં આજે વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગામના કિમ નદી પરના ડાઈવર્ઝન ઉપર પાણી ફરી વળ્યાં હતા.જેને પગલે બંને તરફનો વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે.તેવામાં અવારનવાર ડાઈવર્ઝન ઉપર કિમ નદીના પાણી ફરી વળતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.