પંચામૃત ડેરીના ચેરમેન પદે ફરી એકવાર જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી કરાઈ,પંચમહાલ, મહીસાગર અને દાહોદ જીલ્લાના બે લાખ ઉપરાંત પશુપાલકોની જીવદોરી સમાન પંચામૃત ડેરીના ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ હતી,ચુંટણી અધિકારીની અધ્યક્ષતામાં અને ડેરીના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યોની હાજરીમાં ચુંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.