માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં જી.ડી.અજમેરાના કોન્ટ્રાક્ટમાં ડમી સફાઈ કામદારો ઝડપાતા આ અંગે આજે બપોરે 4:30 વાગ્યાની આસપાસ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ આપેલ નિવેદનમાં તંત્રને આ અંગે તાત્કાલિક તપાસ કરવાની માગણી કરી છે.અને જો આ અંગે જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચેતવણી પણ આપી છે.