સાયન્સ સિટી રોડ પર રહેતા અને પ્લાયવુડ તેમજ કલરનો વેપાર કરતાં કલ્પેશભાઈ પટેલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે નાના ચિલોડા વિસ્તારમાં રહેતા મૌલિક પ્રજાપતિ અને ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા અનીશ હિરાણી નામના વ્યક્તિએ તેઓને રાણીપ વિસ્તારમાં આવેલી જૂની શરતની જમીન છે તે અપાવવાના બહાને 2.41 કરોડ પડાવી લીધા છે.પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.