કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર માં લગભગ મોટા ભાગના રેલવે સ્ટેશનો નુ નવીનીકરણ કરવામાં આવ્યું છે. પરતું ચુડા રેલવે સ્ટેશન પર માત્ર એક મુસાફરો માટે શેડ બનાવાયો છે. જે ચારે બાજુ થી ખુલ્લો હોય મુસાફરોને ટાઢ તડકો અને ભારે વરસાદ વચ્ચે આ પતરા નો સેડ શોભાના ગાંઠીયા સમાન બની રહ્યો છે. નવુ રેલવે સ્ટેશન બનાવવામાં આવે અથવા રેલવે સ્ટેશન ના જુના બિલ્ડીંગ ને રીપેરીંગ કરી ફરી ચાલુ કરવામાં આવે તેવી સામાજિક આગેવાન વખતસિંહ કોઠીયા એ રજૂઆત કરી છે.