જામનગર શહેરના એક વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને અવાર-નવાર પોતાના ઘરે લઈ જઈને બળજબરીથી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતા ચકચાર જાગી છે. પોલીસે સગીરાને તબીબી પરીક્ષણ માટે મોકલી આપી છે, જ્યારે દુષ્કર્મ ગુજારનાર આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો.