ભાવનગર SOG પોલીસ સ્ટાફ રાત્રે પેટ્રોલિંગ દરમ્યાન ખાનગી બાતમી આધારે ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારના આડોડીયાવાસમાં દરોડો પાડ્યો હતો.દરોડા દરમ્યાન અજય ઉર્ફે ભગત મોહનભાઈ રાઠોડના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર રીતે રાખેલ ભારતીય બનાવટના પરપ્રાંતિય ઈંગ્લીશ દારૂ તથા બિયરનો જથ્થો મળી આવ્યો.પોલીસે દારૂ, બિયર રોકડ તેમજ મોબાઈલ સહિત કુલ ₹3,56,190નો મુદ્દામાલ જપ્ત કરી અજય રાઠોડ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.