મનપા દ્વારા કોન્ટ્રાક્ટ પર કામ કરતા સફાઈ કામદારોને બોનસ ચૂકવવાનો નિર્ણય લેવાતા સફાઈ કામદારોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. પારસ બેડીયા સહિતના આગેવાનોની જહેમતથી આ નિર્ણય લેવાયો હોઇ, સફાઈ કામદારો દ્વારા આજે બપોરે 3:30 વાગ્યાની આસપાસ યુનિયનના તમામ આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું