ખેડા જીલ્લાના મહુધા તાલુકાના ચુણેલ ગામના શ્રી નીલકંઠ મહાદેવ મંદિરમાં યુવાનો દ્વારા અનોખી રીતે ભગવાન શિવની કળામય આરાધના કરવામાં આવી રહી છે. આ યુવાનો રોજ મંદિરમાં સુંદર કલાત્મક સજાવટ કરી ભક્તિની કલાત્મક અભિવ્યક્તિ કરી રહ્યા છે.કળાપ્રેમી યુવાનો દ્વારા રોજેરોજે ફળ,ફૂલ,પાન,ચોકલેટ સહિતની વિવિધ વસ્તુઓ દ્વારા સુંદર અને આકર્ષક શણગાર કરવામાં આવે છે.રોજ સાંજે મંદિરે અલગ અલગ શણગાર કરવામાં આવે છે.