વિરમગામ તાલુકાના હાંસલપુર ગામ ખાતે નિશુલ્ક આરોગ્ય કેમ્પ યોજાયો હતો. વિરમગામના હાંસલપુર ગામે ફીનકેર બેંક દ્વારા નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો.ફીનકેર બેંક દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે હાંસલપુરમાં નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં 100 વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. મેડિકલ કેમ્પમાં નિષ્ણાતો દ્વારા શરદી - ખાંસી, તાવ,એનિમિયા સહિતના રોગોની તપાસ કરી ને નિશુલ્ક દવા આપવામાં આવી હતી.