સુરત જિલ્લાના ખેડૂતો અને સહકારી મંડળીઓએ સરકારને કાકરાપાર જમણી નહેરને 90 દિવસને બદલે 60 દિવસમાં સમારકામ પૂરું કરવા વિનંતી કરી છે. નહેર લાંબા સમય સુધી બંધ રહેવાથી શેરડી અને ડાંગરના પાકને મોટું નુકસાન થવાની સંભાવના છે, જેની સીધી અસર ખેડૂતોની આવક પર પડશે.ખેડૂત નેતા જયેશ દેલાડે જણાવ્યું કે હાલમાં 80,000 એકર જમીનમાં શેરડી અને 60,000 એકરમાં ડાંગરનું વાવેતર થયું છે.આ પાકને નહેરના પાણીની ખૂબ જરૂર છે.જો નહેર 90 દિવસ સુધી બંધ રહેશે તો પાકને નુકસાન થશે.