ચકડોળ ગ્રાઉન્ડની હરાજી પ્રક્રિયામાં 17 જેટલી એજન્સીના માલિકોએ ભાગ લીધો હતો.જેમાં અંતે 48 લાખની બોલી બોલાઈ હતી.જી.એસ.ટી સાથે 56 લાખ 64 હજારમાં ચકડોળ ગ્રાઉન્ડની હરાજી નક્કી કરવામાં આવી હતી. જ્યારે પાથરણા વિભાગની હરાજીમાં 7 જેટલી એજન્સીના માલિકોએ ભાગ લીધો હતો. જેમાં 10 લાખની અંતિમ બોલી બોલતા જી.એસ. ટી સાથે 11 લાખ 80 હજારમાં પાથરણાની હરાજી નક્કી કરાઈ હતી. લોકમેળા દરમિયાન નાની ચકડોળના 50 અને મોટી ચકડોળના 70ના દર લેવાના નક્કી કરવામાં આવ્યા છે.