ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ. (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા પોરબંદર ચોપાટી મેદાન ખાતે "પોરબંદર સરસ મેળો ૨૦૨૫ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ૧૦ દિવસીય આયોજીત સરસમેળામાં મોટીસંખ્યામાં લોકો સહભાગી થયા હતા. જેમા રાજ્યભરમાંથી સખીમંડળની બહેનોએ 42 લાખની જુદી જુદી ચીજ વસ્તુનું વેચાણ કરવામાં આવ્યું હતું.