આણંદ શહેરમાં રોયલ સીટી રોડ ઉપર બાઈક સાથે બાઈકનો અકસ્માત થવા બાબતે બે ઈસમોએ ઝઘડો કરી યુવકને પેટમાં માર માર્યા બાદ બંને ઈસમો બાઈક લઈને યુવકના ઘરે જઈ યુવકના ભાઈ સાથે ઝઘડો કરી ચપ્પાથી હુમલો કરી ઈજાઓ પહોંચાડી બેલ્ટથી માર મારી ધમકી આપ્યાનો બનાવ બનવા પામ્યો છે. આ અંગે આણંદ શહેર પોલીસે હુમલો કરનાર બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.