નડિયાદના સુભાષનગરમાં રહેતા ધર્મેશભાઈ પટેલ પોતાના મિત્ર સાથે સોસાયટીમાં બેઠા હતા તે દરમિયાન રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં આજ વિસ્તારમાં રહેતા કાર્તિકભાઈ દલવાડી ધર્મેશ પટેલની તો બીજાના ઝઘડામાં આવે છે કહી અપશબ્દ બોલવા લાગ્યા હતા. જે બાદ ઉશ્કેરાઈને માર માર્યો હતો જેમાં ઇજાગ્રસ્ત ધર્મેશભાઈ ને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે