છોટાઉદેપુરના ઝોઝ ગામની સુખી નદીના પટમાં બે દિવસ પહેલા મોટી સંખ્યામાં આધારકાર્ડ મળ્યાનો વિડીયો વાયરલ થયો હતો. બે દિવસ બાદ ફરીથી નદી કિનારે ફેંકી દેવાયેલી અવસ્થામાં આધાર કાર્ડ મળી આવ્યા હતા. પોસ્ટ ઓફિસનાં કામ કરતા કર્મચારીઓ અરજદાર ને ઘરે ટપાલ નહીં પહોંચાડતા ફેંકી દેવાયાનાં ગામ લોકો આક્ષેપો કર્યા છે. આધારકાર્ડમાં સુધારો કરાવવા લોકોને ચાર પાંચ ધક્કા ખાવા પડતા હોયને ટપાલી આ રીતે ફેંકી દેતા ગામ લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે.