અક્ષયકુમારની અપકમિંગ મુવી જોલી એલએલબી-3નાી ટીઝર ન્યાયદીશને અયોગ્ય રીતે રજૂ કરતું હોવાની રજૂઆત સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અરજદાર દ્વારા ફિલ્મના ટીઝર અને ફિલ્મ પર સ્ટે મૂકવાની માગ કરવામાં આવી છે. જેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન- CBFC, ડિરેકટર સુભાષ કપૂર, કલાકાર અક્ષય કુમાર, અર્શદ વારસી અને સૌરભ શુક્લાને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.