નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દાંડી ગામે દરિયાકાંઠે સંદિગ્ધ હાલતમાં એક કન્ટેનર તણાઈ આવ્યું છે. ગતરોજ આવેલી દરિયાઈ ભરતીને પગલે કિનારે પહોચેલા આ કન્ટેનર અંગે લોકોએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જલાલપોર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કન્ટેનરની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ, કન્ટેનર જવલનશીલ કેમિકલ ભરવા માટે વપરાતું હોવાનું સામે આવ્યું છે. હાલ કન્ટેનર ક્યાંથી આવ્યું અને તેમાં કયા પ્રકારનું કેમિકલ હતું તેની વિગતવાર તપાસ ચાલી રહી છે.