ચીખલી તથા બીલીમોરા ખાતે ગણેશ ચતુર્થીના પાવન અવસરે વિવિધ પંડાલોમાં ધારાસભ્ય નરેશ પટેલ ઉપસ્થિત રહી ગણપતિ બાપ્પાના દર્શન તથા પૂજા અર્ચના કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત કર્યો. બાપ્પા સહુ પર કૃપા વરસાવે, સૌના જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના કરી હતી. સાથે જ મોટી સંખ્યામાં ગણેશજીના પંડાલોમાં ગણેશ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા