ભરૂચ એસ.ઓ.જીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વડદલા ગામના રોયલ કોમ્પલેક્ષમાં શંભુલાલ બંસીલાલ ભીલ અને જોલવા ગામના મિલેનિયમ માર્કેટ નજીક શશી જદુ કેવટ તેની દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફીલિંગ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે બંને સ્થળેથી 19 નંગ ગેસના સિલિન્ડર અને રિફીલિંગ પાઇપ અને વજન કાંટા મળી કુલ 40 હજારથી વધુના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.