ભાવનગર વરતેજ પોલીસ મથક ખાતેથી જણાવ્યા અનુસાર વરતેજ પોલીસ મથક ની ટીમ પોતાના પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રહે મળેલી બાતમીના આધારે નાના ખોખરા ગામે એક શખ્સે પોતાને વાડી વિસ્તારમાં વિદેશી દારૂની બોટલો છુપાવી રાખી હોય જે અંગે પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.