વિધાનસભાના વરાછાના ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણી એ હેલ્મેટ ન કાયદા મુદ્દે રજૂઆત કરી છે.ધારાસભ્યે જણાવ્યું છે કે ગૃહવિભાગે હેલ્મેટ ના કાયદા અંગે ફરી ફેરવિચારણા કરવું જોઈએ.પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે.શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરી નજીકમાં જવા આવવા લોકોને તકલીફનો સામનો કરવો પડે છે.હેલ્મેટ ના આર્થિક દંડ સામાન્ય વર્ગ ભરી શકે તેવી પરિસ્થિતિ નથી.જેથી લોકોને પડતી હાલાકી અંગે રાજ્યગૃહ વિભાગ ફરી ફેરવિચારણા કરે તેવી મારી રજૂઆત છે.