પારડીના એક ગામમાં રહેતી 14 વર્ષીય સગીરા 10 સપ્ટેમ્બરે સવારે સ્કૂલ જવા માટે ઘેરેથી નીકળી હતી, પરંતુ સ્કૂલ પહોંચી નહોતી. શિક્ષકે 11 વાગ્યે તેની ગેરહાજરી અંગે પરિવારને જાણ કરી હતી. માતા-પિતાએ શોધખોળ શરૂ કરી પણ કોઈ ભાળ મળી ન હતી. અંતે તેઓએ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ મળતાં જ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.