ભરૂચ એલસીબીના પી.એસ.આઈ. આર.કે.ટોરાણી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ આરોપી અરવિંદ જમના પ્રસાદ શુકલા ગડખોલના મીઠા ફેકટરી પાસેની રાધે ક્રિષ્ના રેસિડેન્સીમાં ફરી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને અરવિંદ શુકલાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.