આજે 13 સપ્ટેમ્બર ના રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ ડૉ.પ્રવીણ તોગડિયા 15 વર્ષ પછી કડી ની મુલાકાતે આવ્યા હતા.કડી ખાતે આવતા તેમનું મહીસાગર હોટલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ તેમને કડી ની ભાગ્યોદય જનરલ હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી.કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો.આ ઉપરાંત તેમણે સભામાં " તીન બચ્ચે હિન્દુ સચ્ચે" નો નારો આપ્યો હતો. દરમ્યાન તેમણે રામ મંદિર બન્યું તેના ઇતિહાસ ની વાત કરી હતી.