વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોલાએ હુડકો દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સુફલમ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી સામે હાથ ધરેલ રિકવરી પ્રક્રિયા સંપૂર્ણપણે અન્યાય પૂર્ણ હોવા સાથે હુડકોએ લગભગ 30 વર્ષ પહેલા આપેલી લોનની રકમ સોસાયટી મારફતે સીધી ડેવલપર કે બિલ્ડરને આપવામાં આવી હોવાના આક્ષેપ કર્યા હતા અને વર્ષો પહેલા પોતાનું યોગદાન આપનાર પરિવારજનો સામે નોટિસો મોકલી ડી.આર.ટી.અમદાવાદમાં કાર્યવાહી શરૂ છે.