અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રવિવારે 3.15 વાગ્યાની આસપાસ રાણી સતી મંદિર ત્રણ બતી ટાવર પાસે મકાન પડ્યું. ફાયર બ્રિગેડને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. પાંચ વ્યક્તિઓને સહી સલામત બહાર કઢવામાં આવ્યા હતા. ખાડિયા માંડવીની પોળ ખાતે હરકિશનદાસની પોળમાં મકાન પડી ગયું જોકે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.