નારાયણ સરોવર પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગત અનુસાર, રોડાસરથી અઢી કિમી દૂર ભુટાઉ દરિયા કિનારેથી બીએસએફના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગુરુવારના મોડી સાંજે દરિયાકિનારેથી અલગ અલગ જગ્યાએથી 20 પેકેટ કબજે કર્યા હતા.પેકેટ મળવાનું શરૂ થતા સર્ચ કરવામાં આવ્યું હતું. 20 પેકેટ સિવાય અન્ય પેકેટ મળ્યા ન હતા. 20 પેકેટની જરૂરી કાર્યવાહી બાદ નારાયણ સરોવર પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા. આગળની તપાસ નારાયણ સરોવર પીઆઇ જે.બી.કુરિયા ચલાવી રહ્યા છે.કચ્છના દરિયા કિન