પ્રાંતિજ કમાલપુર ઓવરબ્રિજ પર બાઇક ખાડામાં પટકાયું ગલતેશ્વરના બે યુવાનો ઘાયલ, પ્રાંતિજ સિવિલમાં દાખલ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક કમાલપુર ઓવરબ્રિજ પર બાઇક ખાડામાં પટકાતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ગલતેશ્વરના બે યુવાનોને ઇજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે પ્રાંતિજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.