નવરંગ નવરાત્રી બીટ્સ 2025 ના ગરબા ના આયોજન નિમિત્તે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ એ આપી માહિતી.માઈભક્તિ અને પરંપરાગત મૂલ્યોને પ્રાધાન્ય આપતું આયોજન, ધારાસભ્ય પંકજ દેસાઈ દ્વારા ધ્વજારોપણ. સાક્ષરભૂમિ નડિયાદના આંગણે આ વર્ષે પણ માઈભક્તિ અને સંસ્કૃતિને પ્રાધાન્ય આપતા ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના બાસુદીવાલા મેદાનમાં 'નવરંગ નવરાત્રી બીટ્સ - 2025'ના ઉપક્રમે પરંપરાગત સંસ્કૃતિ પ્રધાન ગરબા યોજાશે.