પંચમહાલ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે મોટાભાગના જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે,ત્યારે પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમ અને હડફ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે,જેના કારણે બંને ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે.આ બંને ડેમના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે,જેમાં પાનમ ડેમ અને હડફ ડેમની આસપાસ પણ સૌદર્ય સોળે કળાએ ખીલી ઉઠેલું જોવા મળ્યું હતું.