ચકડૉળમાં બેસવાના મુદ્દે બે યુવકો વચ્ચે ખેંચતાણ થઈ હોવાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ મેળો માણવા લોકો પહોંચ્યા હતા.વાયરલ થયેલ વીડિયોમાં એક જૂથના લોકો ગાળાગાળી કરતા અને મારામારી કરતા દેખાય છે. બીજા વીડિયોમાં પોલીસની હાજરીમાં એક યુવક માથે રૂમાલ બાંધીને ભીડમાંથી નીકળતો જોવા મળે છે. એક યુવકે કરેલી મજાક બાદ મામલો બિચક્યો હતો.