આજે તા 2 સપ્ટેમ્બર ના રોજ સવારે પાનવાડી SBI બેંક પાસે રહેતા દર્શનભાઈ મનહરભાઈ ચૌહાણ પર પૈસાના વહીવટના કારણે હુમલો થયો. ગૌતમ મકવાણા અને સુરેશભાઈ વાઘેલા સાથેના બે લાખ રૂપિયાના લેવડદેવડને કારણે બનાવ બન્યો હોવાનું જાણવા મળેલ છે. હુમલાખોરોએ તેમના ખિસ્સામાંથી આશરે 20 હજાર રૂપિયા લઈ લીધા તેમજ તેમની ફોરવીલમાં નુકસાન કર્યું. બનાવ સમયે દર્શનભાઈ તેમના મામાના ઘરેથી પરત આવી રહ્યા હતા જે સમયે તેમના પર હુમલો થયો, ઘટનાના પગલે પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.