હાંસોટ તાલુકાના સુણેવખુર્દ ગામના આમલી ફળિયામાં રહેતા હિતેશ નાથુભાઈ પટેલએ ખરચ ગામની સીમમાં અયોધ્યા નગરી સોસાયટી વિભાગ-1માં પ્લોટ ખરીદી કર્યો હતો.જે બાદ ડેવલોપર અને જમીન માલિક તેમજ અન્ય સાત લોકોએ મળી રૂપિયા લઈ હિતેશ પટેલ સાથે છેતરપીંડી કરતા હાંસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.