મહેસાણા જિલ્લાના બેચરાજીમાં એક ગુનો નોંધાયો છે. જેમાં મૃત વ્યક્તિને જ જીવીત બતાવી દસ્તાવેજ નોંધાવી દેવાયો. આ ઘટનામાં, એક અજાણ્યા ઇસમે મૃતક ઠાકોર બાપુજી ચેનુજીના ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કર્યો અને પોતે ઠાકોર બાપુજી ચેનુજી ન હોવાનું જાણતો હોવા છતાં તેમનું ખોટું નામ ધારણ કર્યું. તેણે મૃતકના ખોટા હસ્તાક્ષર અને અંગૂઠા કરીને એક ખોટો દસ્તાવેજ તૈયાર કર્યો.