સુરતની અડાજણ પોલીસે ભેજાબાજ ની ધરપકડ કરી છે.પ્રતીક ઉર્ફે રાહુલ પટેલ દ્વારા ફરિયાદીને વિદેશમાં ઈમ્પોર્ટ એક્સપોર્ટ ના ધંધામાં રોકાણ કરવાથી સારો લાભ મળશે તેમ જણાવી 2.68 કરોડ પડાવી લીધા હતા.પોતે માત્ર ખાધ સપ્લાયર હોવા છતાં ઈમ્પોર્ટ એક્સપોર્ટ ના નામે એજન્ટ તરીકેની ઓળખ આપી હતી.જ્યાં રોકાણ કરાવ્યા બાદ પણ કોઈ લાભ નહી મળતા ભોગ બનેલા વેપારીની ફરિયાદના પગલે પોલીસે ભેજાબાજ પ્રતિક ઉર્ફે રાહુલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.