હાલોલ પાવાગઢ બાયપાસ રોડ ઉપર વિરાસત વન નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સંજય વસાવા ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે.જ્યારે બીજી કારમાં સવાર બે યુવકોમાંથી એકને ઈજા થતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.જ્યારે અક્સ્માત સર્જાતા ઘટના સ્થળે લોકટોળા ઉમટ્યા હતા