સોનગઢ તાલુકાના શ્રાવણીયા થી આમથવા તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ થતા સમસ્યા વધી.તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે સોનગઢ તાલુકાના શ્રાવણીયા થી આમથવા તરફ જતા માર્ગ પર આવતા લો લેવલ પુલ પર પાણી ફરી વળતા રવિવારના રોજ 9 કલાકે માર્ગ બંધ હાલતમાં રહ્યો હતો.જેને લઈ સ્થાનિકો તેમજ વાહનચાલકોની સમસ્યા માં વધારો થયો હતો.