અંક્લેશ્વર મીરાનગરના ગાયત્રીદેવીના કમરમાં દર્દને લઈ જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું કમરનું ઓપરેશન કરવામાંઆવ્યું હતું. સોમવારે રજા આપવાના સમયે 4 લાખ જેટલું અધધધબિલ આવતા પરિવારની આંખો ફાટીગઈ હતી. તેમના પુત્ર અભએ જણાવ્યું હતું કે મારી માતાના ઓપરેશન માટે આવ્યા હતા બે લાખ રૂપિયાનું વીમા ક્વરમાં ઓપરેશન થઇ જશે તેમ પૂછતાં તેઓ હા પાડી હતી. રજા આપતી વેળા ચાર લાખ રૂપિયાનું બિલ આપવામાં આવ્યું છે.