તસ્કરોએ ફરી એકવાર મેલડી માતાજીના મંદિરને નિશાન બનાવ્યું.ભાવનગરમાં રુવાપરી રોડ ઉલ્લાસ ચોકમાં મેલડી માતાના મંદિરે ચોરીનો બનાવ બન્યો છે. આ વિસ્તારમાં ચોરીની ત્રીજી ઘટના બની છે, ચોરોએ મંદિરના ગલ્લામાંથી રોકડની ચોરી કરી છે. અગાઉ, શમશાન નાકમાં આવેલ ભાવની માતાના મંદિર અને શમશાનમાં રાખેલ તિજોરી તોડી નાખી છે, વારંવાર થતી આ ચોરીઓથી સ્થાનિક લોકોમાં ચિંતા અને ભયનો માહોલ છે. આ મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.