ગૌરાંગ સુરેશભાઈ રાવલ ખણુસા ગામે બેંકમાં મેનેજર તરીકે નોકરી કરે છે તેઓ પાસે એક પલ્સર બાઈક હતું. ગૌરાંગભાઈ રાવલ નોકરી પૂર્ણ કરી બાઇક ઘર આગળ પાર્ક કર્યું હતું. જે બાદ બીજા દિવસે તેઓએ જોતા ઘર આગળ પાર્ક કરેલ બાઈક નહોતું. આસપાસ શોધખોળ કરવા છતાં બાઈકની કોઈ ભાળ મળી નહોતી. 95,000ની કિંમતના બાઇકની અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી જતા ગૌરાંગભાઈ રાવલે માણસા પોલીસ મથકમાં શનિવારે બપોરે 3.30 વાગ્યે ફરિયાદ નોંધાવી હતી.