રતનપર રહેતા 55 વર્ષીય સતીબેન કાનજીભાઈ વાવીયા (પટેલ) તા.27/8 ના સવારે 7 વાગ્યાના અરસામાં વરણુ ખાતે વરણુ દાદાના મંદીર પાછળ આવેલા તળાવમાં કુવા બાજુ જાજરૂ કરવા ગયા તે દરમિયાન તેઓ કુવામાં પડી જતાં તેમનું મોત નિપજ્યું હોવાનું તેમનો મૃતદેહ પલાંસવા સીએચસી લઇ આવેલા કાનજીભાઈ ધરમશીભાઇ વાવીયાએ તબીબને જણાવતાં તબીબે આડેસર પોલીસને જાણ કરી હતી. પોલીસે એડી નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે