ધોળકા ખાતે મઘીયા વિસ્તારમાં આવેલ બાલાજી વૃંદ - 1 રેસીડેન્સીમાં અવાર નવાર ગટરો ઉભરાતા રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે આજરોજ તા. 21/08/2025, ગુરૂવારે બપોરે 12.30 વાગે ધોળકાની મહિલા અગ્રણીઓ હીનાબેન મકવાણા અને ધર્મિષ્ઠાબેન ચૌહાણે આ સોસાયટીની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી. સ્થાનિક લોકોની માંગણી છે કે આ ઉભરાતી ગટરોની સમસ્યાનો કાયમી નિકાલ ધોળકા નગરપાલિકા દ્વારા કરવામાં આવે.