વિશ્વવિખ્યાત અમૂલ ડેરીની નિયામક મંડળની ચૂંટણી યોજાયા બાદ શુક્રવારે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ઇતિહાસમાં પ્રથમ વખત અમૂલ માં ભાજપે ભગવો લહેરાવ્યો છે.ત્યારે અમૂલમાં ભાજપની પેનલના ભવ્યતીભવ્ય વિજય બાદ નડિયાદ કમલમ ખાતે વિજય ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ વિજેતા ઉમેદવારો તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.